‘‘શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ’’ નું સંગઠન સ્થાપવાના ઉદે્શ અર્થે પ્રમુખ કાર્યકર્તાઓ વચ્ચે વિચાર વિમર્શ શરૂ થયો, બીજ રૂપી આ વિચારને અંકુરિત કરવા માટે વર્ષ ર૦૦૯ ના નવેમ્બર-ડીસેમ્બર માસમાં બેઠકોનો દોર શરૂ સર્વે કાર્યકર્તાઓની એક સમાન વિચારધારાના ફલ સ્વરૂપે તન-મન-ધનથી સેવા પ્રદાન કરવાનો સર્વેએ સંકલ્પ કર્યો. પરિણામ સ્વરૂપે ટ્રસ્ટનું બંધારણ ઘડાયું અને તે મુજબ કાર્યોની શુભ શરૂઆત થઈ.
પરિવાર ભાવના દ્રઢ બને, પુરૂષાર્થ દ્રારા એકબીજાની શકિતઓનો ઉપયોગ કરી પરિવારના વિકાસમાં તેમજ સમાજલક્ષી કાર્યોને વેગ આપી શકાય તે હેતુને ધ્યાને લઈ પ્રથમ સ્નેહમિલન, સમુહ ભોજન અને પરિચય પુસ્તિકા (ડીરેકટરી) ‘‘સમન્વય - ર૦૧૦’’ નું વિમોચન, આ ત્રિવેણી સંગમ સમયે કાર્યક્રમ વર્ષ-ર૦૧૦ (વિ.સં. ર૦૬૬) માં સૌરાષ્ટ્રભરનાં ૭ર ગામોના ૬૦૦ કુટુંબોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમ થકી સમગ્ર વાછાણી પરિવારમાં અનોખી લાગણી, પ્રેમ અને ભાઇચારાની ભાવના દ્રઢ રીતે પ્રગટ થઇ.
પારિવારીક અને સામાજિક કાર્યોને અમલમાં મૂકવા માટે યુવાનોની જરૂર પડે. આપણા પરિવારની ૧0૮ યુવાનોની ટીમ હોય કે જે ગમે ત્યારે, કોઇપણ પ્રવૃતિ માટે તત્પર હોય એ ઉદેશથી અત્યારે આ ટીમ બનાવવાનું કામ પુરજોશમાં ચાલુ છે.
રાજકોટ − મેટોડા અને શાપર − વેરાવળ માં વસતા તમામ વાછાણી પરિવારના દરેક ફેમિલીના દરેક સભ્યની માહિતી નું કલેકશન કરી તેની એક ડીજિટલ ડિરેકટરી બનાવવાના પ્રયત્નો હાથ ધરેલ છે.
આપણા પરિવારના ગામ પ્રમાણે કાર્યકરોની ટીમ બનાવી જે તે ગામના જરૂરિયાત મંદ પરિવારને યોગ્ય સહાય પહોંચાડવી, તેવા તમામ પ્રયત્નો થઇ રહયા છે. તમારો સહિયોગ અમારા માટે વધારે મહત્વ આપશે અને અમારા કાર્યકરો ને મદદ કરાવી.
ગૌ શાળામાં ચારો, મજુરના બાળકોને ફુડ પેકેટ, વૃધ્ધાશ્રમમાં જમણવાર, શિયાળામાં ગરીબોને ધાબળા નું વિતરણ વગેરે જેવી પ્રવૃતિઓ થઇ રહી છે.આ પ્રવૃતિઓના ખર્ચને પહોંચી વળવા માટે પરિવારના સભ્યો તરફથી પૂરતા પ્રમાણમાં ડોનેશન મળે છે.