માઁ ઉમિયાની અસીમ કૃપાથી અને વડીલોના આશીર્વાદ થી આપણું સંગઠન ઘણા વર્ષોથી સફળતાપૂર્વેક ચાલે છે.
આપણા ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં ઘણી સામાજીક પ્રવૃતીઓ અને સ્નેહમિલન થયા છે અને હજુ ભવિષ્યમાં પણ થત્તા જ રહેશે.
ટ્રસ્ટીઓ, કારીબારી સભ્યો અતે યુવાનો, તન, મન, ઘન અને સમય નું અમુલ્ય દાન આપીને, આપણા સંગઠનને શહેરની નામાંકિત સંસ્થાઓની હરોળમાં મુકવા માટે યથા યોગ્ય પ્રયત્નો કરે છે.
આપણા ટ્રસ્ટનો ઉદેશ્ય ફક્ત સ્નેહ મિલન કરવાનો નહે, પરંત વધુમાં વઘુ સામાજીક પ્રવૃતિઓ કરી પરિવારને તેમજ સમગ્ર સમાજને મદદરૂપ થવાનો છે.
આ ઉદેશ્યને સાકાર કરવા માટે વધુમા વધુ યુવાનો આ ટ્રસ્ટમાં જોડાઇ તેવી અપેક્ષા છે.
આપણા ટ્રસ્ટનો એક સંકલ્પ છે કે વાછાણી પરિવારની પણ ૧૦૮ યુવાનોની ટીમ હોય, જે પારેવાર અને સમાજ માટે કામ કરવા હંમેશા તત્પર હોય.
આ સંકલ્પને સાકાર કરવા, યુવાનો કે જેઓ ર૫ વર્ષેથી ૩૫ વર્ષેની આસપાસની ઉંમરના છે, તેઓ આગળ આવે અનને પોતાની ઇચ્છાથી આ ટીમમાં જોડાય તેવી નમ્ર અપિલ છે.
પરિવાર, ગ્રૂપ, સંગઠન, ટીમ એ અત્યારના સમયની માંગ છે. આ બધામાં રહેવાથી આંતરીક બળ મળે છે અને દરેક સભ્યને એકાબીજાની હૂંફ મળે છે. આ ઉપરાંત સંગઠન અનેક ફાયદાઓ છે તે આપ પણ સારી રીતે જાણો છો.
“જાગ્યા ત્યારથી સવાર”
જે યુવાનો આપણા પરિવારની ૧૦૮ ની ટીમમાં જોડાવા ઉત્સુક હોય તેઓ આજે જ અને અત્યારે જ સંપર્કે કરે.
કોન્ટાક્ટ નંબર : ૯૯૨૫૦ ૪૯૦૦૦ - વાછાણી પરિવાર
૧૦૮ માં જોડાવવા માટે તમારું નામ, ઉમર, મૂળ વતન તેમજ રહેણાંક સરનામુ ૯૯૨૫૦ ૪૯૦૦૦ WhatsApp પર મોકલવા વિનંતી.
(શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ)